પિયર રોકાઈને પાછી આવેલી વહુ ને તેના પિતાએ અગરબત્તી આપી એટલે સાસુ નારાજ થઈ ગઈ, બીજા દિવસે વહુએ તે અગરબત્તિ નું પેકેટ ખોલ્યું તો તેમાંથી એક ચીઠી નીકળી જેમાં લખ્યું હતું તે વાંચીને સાસુ...
એક સાધારણ પરિવાર ની દીકરી તેના લગ્ન પછી પહેલી વખત તેના પિતાજી ના ઘરે આવી હતી. અને બે દિવસ ના રોકાણ પછી જ્યારે તેના સાસરે જઈ રહી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે તેના પિતા એ દીકરી ને આપવા માટે ભેટ ની સાથે એક અગરબત્તી નું પેકેટ આપ્યું અને કહ્યું કે તું સાસરે જઈને સવારે ભગવાન ની પૂજા કરો ત્યારે રોજ આ અગરબત્તી માંથી એક અગરબત્તી પ્રગટાવી અને ભગવાન ની પૂજા કરજે.
આ વાત સાંભળી ને દીકરીની માતા ને પણ આશ્ચર્ય થયું અને તેને પૂછ્યું કે તમે જે ભેટ આપી તે બરાબર છે પણ અગરબત્તી દીકરી ને દેવાય ?
દીકરી તેના સાસરે જઈ રહી છે અને તેમાં તેને ભેટ માં અગરબત્તી નું પેકેટ આપો તો કેવું લાગે ?આ સાંભળીને તેના પિતા એ ખિસ્સા માં હાથ નાખી અને જેટલા રૂપિયા હતા એ બધા દીકરી ના હાથમાં મૂકી દીધા.
દીકરી સાસરે પહોંચી ત્યારે તે સાથે લાવેલી ભેટ અને પિતાજી એ આપેલા રૂપિયા એ બધું સાસુ ને બતાવવા લાગી ત્યારે તેની ભેટ માં કોઈ કિંમતી ચીજ વસ્તુ ના દેખતા તેમજ સાથે રહેલા અગરબત્તી નું પેકેટ નજરે આવતા સાસુનું મોઢું ચડી ગયું.
અને તોછડાઈથી બોલ્યા કાલે પૂજા કરવામાં આ બધી અગરબત્તી સળગાવી નાખજે કારણ કે તારા બાપે તમને બહુ પ્રેમથી આપી છે.
બીજા દિવસે સવારે જ્યારે દીકરી સવાર સવાર માં પૂજા કરવા મંદિર વાળા રૂમ માં જાય છે, ત્યારે તેના પિતાજી એ આપેલું અગરબત્તી નું પેકેટ સાથે લઇ ને જાય છે. અને તે પેકેટ માંથી અગરબત્તી કાઢવા જાય છે.
ત્યારે તેમાંથી એક કાગળ નીકળે છે જેમાં તેના પિતાજી એ પોતાના હાથે લખી અને દીકરી ને સલાહ લખેલી હતી જેમાં લખ્યું હતું કે દીકરી આ અગરબત્તી ને એકવાર પ્રગટાવ્યા પછી પોતે સળગી જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ આખા ઘર ને સુગંધિત કરી દયે છે એટલું જ નહિ આડોશ પાડોશ નું વાતાવરણ સુગંધિત કરી દયે છે આજે જયારે તું કાયમ ને માટે સાસરે ચાલી ગઈ છે બની શકે છે કે તારા પતિ સાથે કે સાસુ સસરા કે નણંદ સાથે કે દિયર સાથે કઈ નારાજગી થાય અને થોડું બોલવાનું કે સાંભળવાનું પણ થઇ શકે છે.
અને ક્યારેક આડોશી પાડોશી સાથે સંબંધો માં નારાજ થઇ જાય ત્યારે મારી આ ભેટ ને કાયમ ને માટે યાદ રાખજે અગરબત્તી પોતે જાતે પ્રગતિ અને આખા ઘર ને અને આડોશ પાડોશ ને જેમ સુગંધિત કરે છે અને તારા સાસરા ને તારું પિયર ગણી અને રહેજે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કારણ કે અમે પણ તને સમજાવવા માટે ક્યારેક ક્યારેક તને ઠપકો આપતા જ હતા ને ?માટે તારા કર્મ અને વ્યવહાર ની સુગંધ થી તારા ઘર નું વાતાવરણ સુગંધિત અને પ્રફુલ્લિત રાખજે
ચીઠી વાંચતા વાંચતા સવાર સવાર માં જ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી બાજુ ના રૂમ માંથી તેના સાસુ સસરા વહુ નો રડવા નો અવાજ આવતા ત્યાં દોડી આવ્યા અને તેનો પતિ પણ ત્યાં આવી ગયો.
બધા ને થયું કે કઈ લાગી ગયું કે શું થયું ?સાસુ વહુ ને શાંત પાડવા માટે આશ્વાસન આપવા લાગ્યા ત્યારે વહુ ના ખોળા માં પડેલી ચીઠી ઉપર સાસુ ની નજર પડી સાસુ તે ચીઠી હાથ માં લઇ અને વાંચવા લાગ્યા વાંચવાનું પૂરું થતા જ તેને વહુ ને ગાલે લગાડી અને ભેટી પડ્યા.
અને સસરા ને કહ્યું કે આ ચીઠી ને ફ્રેમ માં મઢાવી આપો પૂજા રૂમ માં મારે આ ફ્રેમ પણ રાખવી છે મારી વહુ ને દુનિયાની બહુ જ કિંમતી ભેટ મળી છે.
અને કાયમ ને માટે એ ફ્રેમ તેની સંસ્કાર ની અને શિખામણ ની સુગંધ થી આખા ઘર ને વર્ષો સુધી મહેકાવતી રહી અગરબત્તી તો થોડા દિવસ માં ખાલી થઈ ગઈ હતી પણ સંસ્કાર ની સુગંધ અવિરત વહેતી હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.