લાલો મુવી જોઈને ઘરે પાછા ફરતી વખતે થયો એક ચમત્કારિક અનુભવ, વાંચીને રુંવાટા ઉભા થઈ જશે!!!

એ શહેરના મલ્ટિપ્લેક્સની લાઈટો ચાલુ થઈ ત્યારે બધા લોકો ભાવવિભોર થઈને થિયેટર માંથી બહાર નીકળી રહ્યા હતા. હું સવારનો મારા કામે એ શહેરમાં આવેલો. આખો દિવસ મીટિંગો અને કામના થાક પછી, સાંજ પડતાં થોડો ફ્રી ટાઈમ મળ્યો. કેટલાય દિવસોથી 'લાલો કૃષ્ણ સદા સહાયતે' જોવાની ઈચ્છા હતી, ગામમાં તો ક્યાંય જોવાં ન મળ્યું એટલે આજે બસ, જેવો સમય મળ્યો, મેં રાતનો છેલ્લો શો બુક કરાવી જ લીધો.

ફિલ્મ પૂરી થઈ ત્યારે રાતના સાડા અગિયાર વાગ્યા હતા. આ કોઈ ફિલ્મ નહોતી, એ એક અનુભવ હતો. ઘણા સીનમાં આંખમાંથી જે ધારા વહી હતી, એને લૂછવાનું પણ મન નહોતું થતું. ઘણા સમયે આવું મુવી જોયું હતું!

પત્ની રીમાનો ફોન આવ્યો, "પતી ગયું પિક્ચર? જમી લીધું? ક્યારે નીકળો છો?" આ સ્ટોરી Just Gujju Things દ્વારા પ્રસ્તુત છે.

"હા બસ, હવે અહીં હાઈવે પર કોઈક જગ્યાએ જમીને સીધો નીકળું છું. ઘર પહોંચતા વાર લાગશે, રસ્તો લાંબો છે. તું સૂઈ જા, ચિંતા ના કરીશ. વહેલી સવારે પહોંચી જઈશ," મેં એને આશ્વાસન આપ્યું.

એક સારી રેસ્ટોરન્ટમાં જમી, એક કડક કોફી પીધી અને રાત્રે લગભગ ૧ વાગ્યે મેં ગાડી મેઈન હાઈવે પર ચડાવી. મારું ઘર અહીંથી કેટલાક કલાકોના ડ્રાઇવ પર હતું. શિયાળાની રાત, એટલે રસ્તાઓ સામાન્ય કરતાં વધુ સૂમસામ હતા. શહેરની લાઈટો ક્યારનીય પાછળ છૂટી ગઈ હતી. મ્યુઝિક સિસ્ટમમાં ધીમા અવાજે એ જ જુના ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા.

હું લગભગ અઢી-ત્રણ કલાકથી ડ્રાઈવ કરી રહ્યો હતો. અમુક સમય પછી હાઈવેનો આ પટ્ટો હંમેશા નિર્જન જ રહેતો. આજુબાજુ માઈલો સુધી કોઈ ગામ કે વસ્તીના કોઈ ચિહ્ન નહોતા.

લગભગ રાતના સાડા ત્રણ વાગ્યા હશે. ગાડી મસ્ત ૯૦ની સ્પીડે ચાલી રહી હતી, અને અચાનક... 'ધડ-ધડ-ધડ-ધડ!'

"ઓહ!" ગાડીનો અવાજ બદલાઈ ગયો. સ્ટીયરીંગ ડાબી તરફ ખેંચાવા લાગ્યું. મેં તરત ગાડીને ધીમી પાડી, ઈન્ડિકેટર ચાલુ કરીને હાઈવેની સાવ કિનારે, કાચા રસ્તા પર ઉતારી દીધી. નીચે ઉતરીને જોયું તો ડાબી બાજુનું પાછલું ટાયર હવા છોડીને જમીન પર બેસી ગયું હતું.

"અત્યારે? આ ટાઈમે? અહીંયા?" મને મારી કિસ્મત પર ગુસ્સો આવ્યો. આજુબાજુ નજર ફેરવી. ચારે બાજુ અંધારું. એક પણ વાહન ન દેખાઈ કે ન એક પણ દુકાન!

"ચાલ મિહિર, કામે લાગ," મેં જાતને હિંમત આપી. મોબાઈલ કાઢીને ટોર્ચ ચાલુ કરી. અને ટોર્ચ ચાલુ કરતાં જ મારી નજર મોબાઈલના ટોપ-રાઈટ કોર્નર પર ગઈ. 'No Service.' મારો જીવ તાળવે ચોંટી ગયો. "ગયો... આજે તો અહીંયા જ સવાર પડવાની." મને તરત રીમાનો વિચાર આવ્યો. એ લગભગ જાગતી હશે. મેં બે-ત્રણ વાર ફોન હવામાં ઊંચો કરીને ટ્રાય કરી, પણ વ્યર્થ.

"કાંઈ નહીં. ટાયર તો બદલવું જ પડશે." મેં ડેકી ખોલી. જેક કાઢ્યો, સ્ટેપની (સ્પેર ટાયર) બહાર કાઢી. બધું બરાબર હતું. પછી મેં ટૂલકિટવાળી બેગ ખોલી. અને જેવો હાથ નાખ્યો, મારું કાળજું કંપી ગયું. બેગમાં બધું હતું... પણ વ્હીલ નટ સ્પેનર એટલે કે સાદી ભાષામાં ટાયર ખોલવાનું પાનું નહોતું. આ સ્ટોરી Just Gujju Things દ્વારા પ્રસ્તુત છે.

હવે હું ખરેખર ડરી ગયો. આ અંધારી રાતમાં, સૂમસામ હાઈવે પર, વગર નેટવર્કે, વગર પાનાએ હું શું કરીશ? હું ગાડીમાં આગળ સીટ પાસે ને બધે પાનાની શોધ કરવા લાગ્યો, પણ કંઈ મળ્યું નહીં, "હે લાલા... હે કૃષ્ણ..." મારા મોઢામાંથી અનાયાસે જ નીકળી ગયું. "હજી થોડા કલાક પહેલા તારી લીલાઓ પર તાળીઓ પાડતો હતો. તારી હાજરીનો અનુભવ કરતો હતો. અને હવે આ? આટલી જલ્દી પરીક્ષા? હવે તું જ કંઈક કર, ઠાકર... મારાથી નહીં થાય."

હું બસ હજુ ગાડીમાં આમતેમ જોઈ રહ્યો હતો કે ક્યાંકથી પાનું મળી જાય, પાંચ... દસ મિનિટ પસાર થઈ હશે. કોઈ જ અવાજ નહીં. અને ત્યાં જ... દૂરથી એક ધીમો અવાજ આવ્યો. 'ફૂટ-ફૂટ-ફૂટ-ફૂટ...' કોઈ બાઇકનો જાણીતો અવાજ. મેં તરત ઊભા થઈને મોબાઈલની ટોર્ચ ચાલુ-બંધ કરીને લિફ્ટ માગવાનો ઈશારો કર્યો. અવાજ નજીક આવ્યો. એ એક જૂનું સ્પ્લેન્ડર બાઇક હતું. એ મારી ગાડી પાસે આવીને ઊભું રહ્યું.

બાઇક પર એક ભાઈ બેઠા હતા. ઉંમર હશે કોઈ ૩૫-૪૦. સાદા, સફેદ કુર્તા-પાયજામામાં. ચહેરા પર એક અજીબ શાંતિ.

"શું થયું, ભાઈ?" એણે બહુ જ સહજતાથી પૂછ્યું.

"ભાઈ, ગાડી પંચર થઈ ગઈ છે. સ્ટેપની છે, જેક છે... પણ ટાયર ખોલવાનું પાનું નથી. મહેરબાની કરીને મને આગળ કોઈ વર્કશોપ કે હોટેલ સુધી મૂકી જશો?" મેં એકી શ્વાસે કહી દીધું.

એ ભાઈ હસ્યા. એકદમ નિર્મળ હાસ્ય. "અરે ભાઈ, એમાં આટલી ચિંતા શું કરો છો? હું પોતે જ મિકેનિક છું. અને પાનું પણ છે મારી પાસે. લાવો, હમણાં બદલી આપું."

હું તો એને જોતો જ રહી ગયો. રાતના સાડા ત્રણ વાગ્યે, આ હાઈવે પર, એક મિકેનિક, એ પણ સ્પ્લેન્ડર પર, ને વળી ગાડીના પાના સાથે?

"ભાઈ, એક મિનિટ," હું ગભરાઈને બોલ્યો, "તમારો ફોન ચાલુ છે? મારે ઘરે ફોન કરવો છે, મારા ફોનમાં નેટવર્ક જ નથી આવતું."

એણે શાંતિથી જવાબ આપ્યો, "ભાઈ, અહીંયા કોઈ કંપનીનું નેટવર્ક નહીં પકડે. આ આખો પટ્ટો નહિ પકડાય. તમારે નેટવર્ક જોઈતું હોય, તો અહીંથી ઓછામાં ઓછું ૫૦-૬૦ કિલોમીટર આગળ મારું ગામ આવે છે, ત્યાં માંડ માંડ મળશે. તમે ચિંતા ન કરો, હું છું ને." આ સ્ટોરી Just Gujju Things દ્વારા પ્રસ્તુત છે.

હું સ્તબ્ધ થઈ ગયો. એણે બાઇકની પાછળ બાંધેલી એક જૂની બેગમાંથી પાનું કાઢ્યું. એ ખરેખર ગાડીનું જ પાનું હતું. "હું તો આખો સામાન સાથે જ લઈને ફરું," એણે હસતાં હસતાં કહ્યું, "કોને ક્યારે જરૂર પડી જાય, શું કહેવાય!"

એ કામે લાગી ગયો. જેક ચડાવ્યો, ફટાફટ નટ ઢીલા કર્યા... હું તો બસ એને જોતો જ રહ્યો. એના કામમાં અજીબ સ્ફૂર્તિ હતી. આ આખી પ્રક્રિયા દરમિયાન, હાઈવે પરથી એક... એક પણ વાહન પસાર ન થયું.

"તમે અહીં નજીકમાં રહો છો?" મેં વાત ચાલુ કરવાનો પ્રયાસ કર્યો.

"હા, બસ અહીંથી 50-60 કિલોમીટર દૂર ગામડું છે," એણે ટાયરના નટ ટાઈટ કરતાં કરતાં જવાબ આપ્યો.

પાંચ જ મિનિટમાં ટાયર બદલાઈ ગયું. એણે જેક નીચે ઉતાર્યો. પંચર ટાયર ડેકીમાં મૂક્યું.

"હાશ!" મેં રાહતનો શ્વાસ લીધો. "ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ના હોત તો... કેટલા રૂપિયા આપું તમારા?" મેં પાકીટ કાઢ્યું.

એણે તરત મારો હાથ પકડી લીધો. "અરે ના ના, ભાઈ. રૂપિયા શેના? હું તો બસ અહીંથી નીકળ્યો અને તમને જોયા. મદદ કરવી એ તો ફરજ છે. એમાં પૈસા ન હોય. તમે બસ સાચવીને ઘરે પહોંચો."

"અરે પણ ભાઈ, આમ થોડું ચાલે? આટલી રાત્રે... પ્લીઝ કંઈક તો લો." મેં બહુ આગ્રહ કર્યો.

"પૈસા લઉં તો સેવા શેની હે ભાઈ?" એણે હસીને કહ્યું અને પોતાનો સામાન બાઇક પર બાંધવા માંડ્યો.

હું નિઃશબ્દ થઈ ગયો. એણે બાઇકને કિક મારી. "ચાલો ત્યારે, ભાઈ. સાચવજો."

"આવજો, ભાઈ. તમારો આભાર," મેં હાથ જોડ્યા.

એણે સ્મિત સાથે હાથ હલાવ્યો અને બાઇક હાઈવે પર ચડાવી દીધું. એની લાલ ટેઈલ લાઈટ ધીમે ધીમે અંધારામાં ઓગળી ગઈ.

હું ગાડીમાં ગોઠવાયો. પહેલા પાણીની બોટલ ઉપાડીને એક લાંબો ઘૂંટડો ભર્યો. છાતીના ધબકારા હવે નોર્મલ થયા હતા. મેં ગાડી સ્ટાર્ટ કરી. એ.સી. ચાલુ કર્યું.

"લાવ, હજી એ ભાઈ નજીકમાં જ હશે. ઓવરટેક કરું ત્યારે એકવાર ફરીથી હોર્ન વગાડીને 'થેન્ક્સ' કહી દઉં," મેં વિચાર્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ ભાઈને નીકળ્યે માંડ એક કે બે મિનિટ થઈ હશે. મેં ગાડી ૮૦-૯૦ની સ્પીડે ભગાવી.

હું ચલાવતો રહ્યો. પાંચ મિનિટ. દસ મિનિટ.

આગળ કોઈ બાઇક નહોતું. કોઈ લાલ ટેઈલ લાઈટ નહોતી. આ સ્ટોરી Just Gujju Things દ્વારા પ્રસ્તુત છે.

"કદાચ બહુ સ્પીડમાં ચલાવતો હશે," મેં વિચાર્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મેં સ્પીડ વધારી. હું લગભગ ૧૧૦ પર ગાડી ચલાવી રહ્યો હતો. પંદર મિનિટ... વીસ મિનિટ... દૂર દૂર સુધી રસ્તો ખાલીખમ. એકદમ સીધો રસ્તો હતો. આજુબાજુ કોઈ ફાંટો કે સર્વિસ રોડ પણ નહોતો કે એ વળી જાય. એ માણસ ક્યાં ગયો? એનું ગામ તો હજી ૫૦-૬૦ કિલોમીટર દૂર હતું... એ પહેલા એ ક્યાં જઈ શકે? હવે મારા શરીરમાંથી એક ઠંડી લખલખી પસાર થઈ ગઈ. આટલી વારમાં એ આટલો દૂર કેવી રીતે જઈ શકે? સ્પ્લેન્ડર બાઇક પર?

મારું મગજ સુન્ન થવા લાગ્યું. પણ ઘરે પહોંચવાની ઉતાવળ વધારે હતી. મેં બીજા વિચારો ખંખેરી નાખ્યા અને સ્ટીયરીંગ પર પકડ મજબૂત કરી. મોબાઈલ માં નજર કરી પણ એમ વિચારીને ઘરે ફોન ન કર્યો કે એ સુઈ ગયા હશે, લગભગ એકાદ કલાક પછી ફોનમાં ધીમેકથી નેટવર્ક આવ્યું. રીમાના મિસ્ડ કોલના પણ મેસેજ આવ્યા. વહેલી સવારે છ વાગ્યે હું ઘરે પહોંચ્યો. રીમા દરવાજા ની બાજુમાં જ બેઠા બેઠા સુઈ ગઈ હતી. એની આંખોમાં દેખાતું હતું. મને જોતાં જ એ ભાવુક થઈ ગઈ.

"ક્યાં હતા તમે? તમારો ફોન 'નોટ રીચેબલ' કેમ આવતો'તો! મારો જીવ તાળવે ચોંટી ગયો હતો! ત્રણ વાગ્યાથી ટ્રાય કરું છું! પણ તમારો ફોન જ નથી લાગતો!"

હું એટલો થાકેલો અને પેલી ઘટનાથી એટલો સ્તબ્ધ હતો કે વધારે કંઈ બોલી ન શક્યો. "અરે એ... રસ્તામાં ટાયર પંચર થઈ ગયું'તું. નેટવર્ક નહોતું. માંડ માંડ ઠીક કરીને આવ્યો. બહુ થાકી ગયો છું. સવારે વાત કરું, પ્લીઝ." આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

રીમા સમજી ગઈ. હું ફ્રેશ થઈને સીધો પથારીમાં પડ્યો. બીજા દિવસે, રવિવારની સવારે, ચાના કપ સાથે હું, રીમા અને મારા મમ્મી-પપ્પા, બધા બેઠા હતા. રીમાએ શાંતિથી પૂછ્યું, "હવે કહો, શું થયું'તું રાત્રે? શાંતિથી."

મેં આખી વાત કરી. શહેરના કામથી માંડીને, 'લાલો' ફિલ્મ જોવાનો ઉત્સાહ, સૂમસામ હાઈવે, પંચર, 'No Service', પાનાનું ન હોવું, મારી પ્રાર્થના... અને પછી પેલો સફેદ કપડાંવાળો ભાઈ. એનું સ્પ્લેન્ડર. એનું કહેવું કે 'અહીં નેટવર્ક ૬૦ કિમી સુધી નહીં મળે'. પૈસા લેવાની ના પાડવી. અને છેલ્લે, એનું અચાનક ગાયબ થઈ જવું.

હું જેમ જેમ બોલતો ગયો, મારી પોતાની આંખો પહોળી થતી ગઈ. આખી વાત સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયાં. મમ્મીની આંખમાં પાણી આવી ગયાં. એમણે હાથ જોડ્યા. "દીકરા... એ બીજું કોઈ નહોતું. એ સાક્ષાત તારો 'લાલો' જ હતો. તું શહેરમાં ગયો'ને એણે તને પરચો આપ્યો. રાતના સાડા ત્રણ વાગ્યે, આવા સુમશાન રોડ પર, કયો મિકેનિક ગાડીનું પાનું લઈને સ્પ્લેન્ડર પર ફરે?" આ સ્ટોરી Just Gujju Things દ્વારા પ્રસ્તુત છે.

પપ્પાએ કહ્યું, "અને એ ગાયબ ક્યાં થઈ ગયો? આટલી સ્પીડે પણ તું એને પકડી ન શક્યો? એ માણસ નહોતો, મિહિર. એ તારો સારથિ હતો." મારા આખા શરીરમાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. મને એનો ચહેરો યાદ આવવા લાગ્યો. ધૂંધળો... પણ એની આંખોની શાંતિ અને એનું સ્મિત... એ એકદમ સ્પષ્ટ હતું. હું કાંઈ બોલ્યો નહીં. ધીમેથી ઊભો થયો.

ઘરના મંદિરમાં ગયો. કૃષ્ણની નાનકડી મૂર્તિ સામે ઊભો રહ્યો. હું ત્યાં જ બેસી ગયો. મારે કાંઈ માંગવું નહોતું, કાંઈ કહેવું નહોતું. બસ, આંખ નો ખૂણો ભીનો થઈ ગયો. પણ આભારના આંસુથી.

મનમાં ને મનમાં મેં કહ્યું "થેન્ક યુ, લાલા..." મારો અવાજ ઘૂંટાઈ ગયો. "તેં સાબિત કરી દીધું... તું છે. તું હંમેશા છે." એ દિવસ પછી, શ્રદ્ધા શું છે એ મારે કોઈને પૂછવાની જરૂર નહોતી પડી. એ રાતનો એ 'સારથિ' મારા શ્વાસમાં વણાઈ ગયો હતો.

કમેન્ટ માં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં! અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે સેર કરજો, અને તમે સ્ટોરીમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team