કોઈ દિવસ લેસન ન કરતો છોકરો એક દિવસ લેસન કરીને આવ્યો, ટીચરે કારણ પૂછ્યું તો જવાબ સાંભળીને ટીચરના આંખમાંથી…

એક ગામડાની આ વાત છે એક મહિલા ના લગ્ન થયા. પતિ અને મહિલાઓ બંને ગામડામાં જ રહેતા હતા. તેઓ ના લગ્ન જીવનના બે વર્ષ પછી એક બાળકનો જન્મ થયો હતો. બન્ને એકદમ ખુશ હતા.

એક દિવસ તે મહિલાના પતિ કામે ગયા હતા અને અચાનક બેભાન થઈ ગયા, દવાખાને લઈ ગયા તો માલૂમ પડ્યું કે તેઓને હૃદયરોગનો હુમલો આવી ગયો. પતિનો વિયોગ થઈ ગયો એટલે પત્ની એકલવાયુ જીવન જીવવા લાગે. પરંતુ પોતાના નાના બાળકનું ભરણપોષણ કરવાનું હતું એટલે નાનું-મોટું ઘરકામ પણ કરવા લાગે અને પોતાનું જીવન વિતાવવા લાગી.

બાળક હજુ કિશોર વયનો થયો ત્યાં જ માલૂમ પડ્યું કે તેની માતા પણ કોઈ બીમારીથી પીડાય છે. માતાની માંદગી એક બાજુ અને બીજી બાજુ ઘર કેમ ચલાવવું તેના ભરણપોષણની બધી જવાબદારી આ નાના બાળકના શિરે આવી ગઈ.

તેના પિતા તો બહુ સમય પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા અને માતા પણ ઘરનું ગુજરાન ચલાવી શકતી એવામાં હવે તે માંદી પડી એટલે આખા ઘરની જવાબદારી આ નાનકડા બાળકના માથે આવી અને આર્થિક પરિસ્થિતિ બિલકુલ સારી ન હોવા ને કારણે બાળક એ પણ થોડા પૈસા કમાવવા કામ કરવો પડશે.

આવું હોવા છતાં બાળક જરા પણ હિંમત ન હાર્યો અને તે સવારે વહેલા ઊઠીને પોતાની માતાને જરૂરિયાતની બધી જ ચીજ વસ્તુઓ તેમજ તેની બધી સેવા કરી ત્યાર પછી શાળાએ જતો. ત્યાં જઈને ભણી અને ઘરે પાછો આવીને ફટાફટ રસોઈ કરી નાખતોકર્યા પછી કામે જતો કામે થી આવીને ફરી પાછી માતાની સેવા રસોઈ જે કાંઈ કામ બાકી હોય તે બધું ફટાફટ પતાવી નાખતો.

આ બાજુ માતાની હાલત પણ ધીમે ધીમે વધારે બગડતી જતી હતી. બાળકને તેની સેવા માટે હવે પહેલા કરતાં પણ વધારે સમય ફાળવવો પડતો અને માતાની સેવા ઘરકામ બહારનું કામ આ બધું બાળકના માથે હતું એટલે તે બાળક શાળાએથી ભણીને આવતો પરંતુ શાળા નું લેશન નિયમિતપણે પૂરું કરી શકતો નહીં.

શાળામાં ટીચર તેને લેસન નકર તો તે માટે દરરોજ કંઈક ને કંઈક શિક્ષા આપતા, બાળક ટીચર સામે રડી લે તો પણ એક પણ શબ્દ છે ટીચરની સામે બોલતો નહીં. ટીચર ને પણ એમ લાગ્યું કે આ તે કેવો બાળક છે કોઈપણ પ્રકારનો જવાબ જ આપતો નથી.

આમ ને આમ સમય વીતતો ગયો અંદાજે ત્રણ ચાર મહિના સુધી આવું જ ચાલે રાખ્યું, એક વખત તે છોકરો શાળામાં પોતાનું લેશન પૂરું કરીને આવ્યો એટલે ટીચર મનોમન તો રાજી થઈ ગયા પછી તેને બાળકને પૂછ્યું કે તું કેમ આજે લેસન કરીને આવ્યો છે? તું તો દરરોજ લેશન નથી કરતો ને. અને હું દરરોજ તને શિક્ષા આપું છું પરંતુ તારામાં કોઈ ફેરફાર પડતો ન હતો, અને આજે અચાનક આવું કેમ?

શિક્ષક નો સવાલ સાંભળીને બાળકના ચહેરા ના હાવભાવ ફરવા લાગ્યા તે રડવા લાગ્યો અને રડતા રડતા તેને ટીચરને જવાબ આપ્યો કે આજ સુધી મારી મમ્મી મંદિર રહેતી હતી અને એટલા માટે તેની સેવા સારવાર વગેરે કરવામાં તેમજ મારૅ કામ પણ કરવું પડતું આ બધાની વચ્ચે મને લેસન કરવાનો સમય ન મળતો હતો. અને ગઈકાલે મારી મમ્મી નું અવસાન થઈ ગયો, એટલે આજે હું લેસન પૂરું કરીને આવ્યો છું કારણકે હવે મારી પાસે લેસન કરવાનો સમય છે.

બાળકની વાત સાંભળીને તે ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા હતા તે બધા રડવા લાગ્યા. નાનો એવો બાળક પોતાની માતાની સેવા ને ખાતર ચાર ચાર મહિના સુધી શાળામાં ટીચર જે પણ કંઈ સજા આપી તેને કોઈપણ જાતનું બોલ્યા વગર સહન કર્યે રાખી. અને પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કામ કરીને પૈસા પણ ઊભા કર્યા.

અને આજના જમાનાની વાત કરીએ તો મા બાપ ના સુપુત્ર લાખો અને કદાચ કરોડો પણ કમાતા હશે પરંતુ તેમ છતાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં તેમને જરાપણ શરમ આવતી નથી.

માતા પિતા ની પરીસ્થિતી આર્થિક રીતે નબળી હોય તેમ છતાં બધા બાળકોને પ્રેમથી મોટા કરે, ભણાવે, ન જાણે કેટકેટલું કરે, આટલો મહાન ઉપકાર કરે છતાં તે જ સંતાનો જ્યારે મોટા થાય ત્યારે માતા-પિતા ને સાથે નથી રાખી શકતા. સંતાનો અલગ અલગ રહેતા હોય તો માતા-પિતાને રાખવાના એક પછી એક વારા પાડે. સાહેબ આવું કરે ને ત્યારે માતા-પિતાની આતરડી કેવી કકડે ને એ તો ખાલી માતા-પિતાને ખબર પડે.

ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી હોઈ શકે પરંતુ આમાંથી ઘણું શીખવા મળે છે, ભોજપુરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં રેટિંગ પણ આપવાનું ભૂલતા નહીં.