ગામડામાં કેવી રીતે લગ્ન થતાં? વાંચીને યાદો તાજી થશે તેની ગેરંટી…

પહેલાં ગામમાં ન તો  ટેન્ટ હાઉસ હતાં કે ન કેટરિંગ. હતી તો માત્ર સામાજિકતા. ગામમાં લગ્ન હોય ત્યારે ઠેર-ઠેર અનેક ઘરેથી ખાટલા આવી જતા…

ગામડાના દરેક ઘરમાંથી વાસણ, લોટા, કઢાઈ વગેરે આવી જતો અને ગામની બધી મહિલાઓ ભેગી થઈને જમવાનું બનાવતી. ત્યારે ડીજે જેવી કોઇ વસ્તુ ન હતી અને ઓરકેસ્ટ્રા વાળા પણ કોઈ નહોતા. ગામની મહિલાઓ જ દરેક લગ્નની વિધિ માટે પોતે જ ગીત ગાતી.

ત્યારે કોઈ બ્યુટી પાર્લર નહોતા ગામની સ્ત્રીઓ જ મળીને દુલ્હનને તૈયાર કરી દેતી… ગામના બધા લોકો લગ્ન થઈ રહ્યા હોય એ ઘરમાં કોઈપણ કામ કરવું હોય તો કાયમ તૈયાર રહેતા.

ખાલી કામ જ નહીં પરંતુ સાથે સાથે હસી-મજાક પણ ચાલ્યા કરતો. લગ્નમાં ગામના લોકો જાનૈયાઓ જમી નો લે ત્યાં સુધી પોતે ખાવાનું ન ખાતા આ એક ઈજ્જતનો સવાલ હતો.

ગામની મહિલાઓ પોતાનું કામ કર્યા કરતી અને સાથે સાથે ગીત પણ જાતિ રહેતી.

સાચે સમજવા જઈએ તો એ સમયે ગામડાઓમાં સામાજિકતા ની સાથે સમરસતા પણ હતી. જમવાનું પીરસવા માટે ગામના બધા છોકરાઓ સમયસર આવી ને એ જ સંભાળી લેતાં.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel