એક હાઇકોર્ટના જજએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા, કારણ એવું હતું કે થોડા સમય પહેલા…

એક હાઇકોર્ટના જજ, સમાજમાં તેઓની ખૂબ જ પ્રતિષ્ઠા ઘણા વર્ષોથી તેઓ હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરી રહ્યા હતા અને અંગત મિત્ર માં વાત કરીએ તો જજ સાહેબ ને માત્ર એક જ મિત્ર, મિત્ર પણ ખરો અને તેની બાજુમાં રહે એટલે પાડોશી પણ થાય નામ એનું કેતન.

કેતન અને જજ સાહેબ બંને એકબીજાની બાજુમાં વર્ષોથી રહેતા હતા, જ્યાંથી સોસાયટી નું નિર્માણ થયું ત્યારથી આ બંનેએ પહેલા ઘર બનાવ્યા હતા. વર્ષોથી જજ સાહેબ અને કેતન બંને સાથે રહેતા હતા. જજ સાહેબ ના લગ્ન પણ વર્ષો પહેલાં જ થઈ ગયા હતા, સુખી પરિવાર શાંતિથી રહેતો હતો.

પરંતુ વર્ષો પછી એક એવી ઘટના બની જે ઘટના ની કોઈ દિવસ કેતનભાઇને આશા પણ નહોતી, વર્ષો સુધી પાડોશી તેમ જ પરમ મિત્ર બની ચૂકેલા જજ સાહેબ સાથે દરરોજ રાત્રે કેતનભાઇને બેસવાનું થતું, પરંતુ આજે ખબર નહીં કેમ પણ સાંજે સાત વાગ્યે જ જજ સાહેબની પત્નીનો કેતનભાઇ પર ફોન આવ્યો.

જો કોઈ દિવસ જજ સાહેબ ને બહાર જવાનું થયું હોય અથવા સાંજે મળી શકાય તેમ ન હોય તો તેઓ પહેલેથી જ જાણ કરી દેતા પરંતુ તેમની પત્નીનો ફોન કોઈ દિવસ ન આવે અને આજે તેની પત્ની નો ફોન આવ્યો.

કેતનભાઇ ફોન ઉપાડી ને કહ્યું બોલો ને ભાભી શું કામ છે? સામેથી રડવાનો અવાજ આવ્યો કેતનભાઇ શાંત કરાવી ને પૂછ્યું અરે ભાભી શું થયું કેમ રડી રહ્યા છો, સામેથી જવાબ આવ્યો કેતનભાઇ તમે ક્યાં છો જલ્દીથી ઘરે આવી જાઓ. કેતનભાઇ નો દુકાનેથી ઘરે આવવાનો ટાઇમ આઠ વાગ્યાનો અને હજુ 7:00 હોવાથી કેતનભાઇ ઓફિસમાં જ હતા. એટલે તેને પૂછ્યું શું થયું છે મને જણાવો તો ખરા, જજ સાહેબ ને કંઈ થયું છે? માજી ને કંઈ થયું છે આખરે થયું છે શું એ તો જણાવો, પરંતુ કંઈ પણ જણાવ્યા સિવાય ફોન પર તેને કહ્યું બસ તમે અહીં આવી જાઓ કેતનભાઇ એ કહ્યું હું ઓફિસેથી નીકળી અને ત્યાં પહોંચવું એટલી વાર લાગશે.

તરત જ ઓફિસ બંધ કરીને કેતનભાઇ તાબડતોડ ઘરે પહોંચ્યા ઘરે પહોંચીને બાજુમાં ગયા અને જેવા અંદર ઘરમાં પ્રવેશ્યા તો ત્યાં દ્રશ્ય જોયું અંદર જજ સાહેબ એકદમ ચોખ્ખા પોતાના સોફા પર બેઠા હતા, ભાભી હજુ પણ રડી રહ્યા હતા અને જજ સાહેબ ના દીકરો અને દીકરી બંને ત્યાં જ બેઠા હતા પરંતુ બંને એકદમ મૂંગા થઈને બેઠા હતા.

કેતનભાઇ એ જજ સાહેબને પૂછ્યું સાહેબ શું વાત છે ભાભી નો કેમ ફોન આવ્યો હતો, વર્ષોથી જેની સાથે રહ્યા હોય એ માણસ નું આખું અલગ જ સ્વરૂપ આજે જોવા મળ્યું કેતનભાઇ ઘણા સવાલ પૂછ્યા પરંતુ જજ સાહેબ કોઈ જ ઉત્તર નહોતા આપી રહ્યા.

એટલા માં ભાભી અંદર જઈને કોઈ કાગળ લઈને આવ્યા ફાઈલ જેવું દેખાતું હતું અને બહાર આવીને કહ્યું જુઓ કેતનભાઇ તમારા ભાઈ મને છૂટાછેડા આપવા માંગે છે.

ભાભીના મોઢેથી આવા શબ્દો સાંભળીને કેતનભાઇ અવાચક રહી ગયા વર્ષોથી કોઈ પણ જાત ના ઝગડા વગર એકબીજા સાથે રહેતા હોય અને અચાનક એક દિવસે આવીને છુટાછેડા માંગે તો બધા જ લોકોને આશ્ચર્ય લાગે, કેતનભાઇ એ પૂછ્યું આવું કઈ રીતે શક્ય છે. વર્ષોથી આપણે બધા ભેગા રહીએ છીએ આવો સારો પરિવાર છે બે બાળકો છે, માજી છે. બધું આટલું સરસ ચાલી રહ્યું છે. તરત જ ભાભી ને પૂછ્યું ભાભી તમે મજાક તો નથી કરી રહ્યા ને?

એટલામાં ધ્યાન ગયું કે બા એટલામાં દેખાતા નથી એટલે કેતનભાઇ એ બાળકો ને પૂછ્યું બેટા તમારા દાદી ક્યાં છે, બહાર ગયા છે? તો બાળકોએ જણાવ્યું કે બે દિવસ પહેલા પપ્પા તેઓને વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી આવ્યા.

શું? કેતનભાઇ ના મોઢા પરથી માત્ર આશ્ચર્યજનક આ શબ્દ જ નીકળ્યો, કેતનભાઇ સામે બેઠેલા સાહેબને પૂછ્યું તમે કેમ કશું બોલતા નથી, તેમ છતાં જજ સાહેબે જવાબ ના આપ્યો એટલે ભાભી ને કહ્યું ભાભી તમે મારા અને સાહેબ માટે ચા લઇ આવો.

થોડા સમય પછી ચા લઈને આવ્યા તો સાહેબે ચા પીવાની પણ ઇશારો કરીને ના પાડી દીધી અને થોડી જ ક્ષણો પછી જાણે કોઈ માસુમ બાળક ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે એ રીતે હાઇકોર્ટના જજ સાહેબ રડી પડ્યા અને તેના પરમમિત્ર સમક્ષ બોલી ઉઠ્યા કેતનભાઇ મેં બે દિવસથી કશું અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો, હું મારી માતાને અજાણ્યા લોકો જોડે સોંપીને આવ્યો છું.

વાત ગયા વર્ષની છે, ઘરમાં નાની-મોટી રકઝક થતી રહેતી પરંતુ ગયા વર્ષે પત્નીએ કહ્યું હવે મારાથી માતાજી નું ધ્યાન નહીં રાખી શકાય, અને તે મારી સાથે વાત પણ નહોતી કરતી એટલું જ નહીં મારા બાળકો પણ તેની દાદી સાથે વાત ન કરતા. ઘણી વખત કોર્ટનો સમય પૂરો થયા પછી હું રાત્રે બહાર બેસીને પુસ્તક વાંચતો હોય ત્યારે માતા છુપાઈ છુપાઈને લડતી રહેતી મને કશો જણાવતી નહીં પરંતુ તેનો અહેસાસ થઇ જતા.

10 દિવસ પહેલા માતાએ મને કહ્યું બેટા તું મને હવે વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી દે તે દિવસથી જ મેં આખા પરિવારને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ કોઈએ મારી વાત પણ ન સમજી અને માતા સાથે કોઈએ સારો વ્યવહાર ન કર્યો. વર્ષો પહેલા હું જ્યારે માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે પિતાનું અવસાન થઈ ગયું ત્યારથી બીજા ઘરે કામ કરી કરીને મને ભણાવ્યો મને એ લાયક બનાવ્યો કે આજે હું હાઈકોર્ટમાં જજ થઇ શક્યો. ઘણા લોકોના મોઢે મેં સાંભળ્યું છે કેમ માતા ક્યારેય બીજાના ઘરના કામ કરતી હોવા છતાં મને ક્યારેય એકલો નથી છોડ્યો.

આજે હું એ જ માતાને વૃદ્ધાશ્રમમાં એકલી છોડીને આવ્યો છું, છેલ્લા બે દિવસથી માતાના એક એક દુઃખ ને યાદ કરી ને તડપી રહ્યો છું જે તેને ફક્ત મારા કારણે સહન કર્યા છે મને આજે પણ યાદ છે જ્યારે કોલેજની પરીક્ષા આપવાનો હતો ત્યારે આખી રાત સુધી હું વાંચતો અને તે બાજુ માં બેસી રહેતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel