બાપે અચાનક પેઢીઓ જૂનું ઘર વેચવાની જાહેરાત કરી, પણ જ્યારે છોકરાઓએ ભાગ પાડવાની વાત કરી ત્યારે એવું સત્ય બહાર આવ્યું કે...

રમેશભાઈએ સાંજે ચા પીતા પીતા અચાનક વાત મૂકી ત્યારે ઘરમાં સાવ શાંતિ હતી. ઘરમાં મોટી દીકરી કાવ્યા, મોટો દીકરો વિકાસ અને નાનો દીકરો આકાશ બધા બેઠા હતા.


રમેશભાઈએ કપ ટેબલ પર મૂક્યો અને સામે જોઈને કહ્યું કે મેં આપણું આ જૂનું ઘર વેચવાનું નક્કી કરી લીધું છે. ગ્રાહક પણ નક્કી થઈ ગયો છે અને આવતા અઠવાડિયે સાટાખત થઈ જશે. જે પણ પૈસા આવશે એ હું તમારા ત્રણેય વચ્ચે સરખા ભાગે વહેંચી દઈશ.

આ સાંભળીને ત્રણેય છોકરાઓ એકબીજા સામે જોવા લાગ્યા. આ ઘર રમેશભાઈના પિતાજીના વખતનું હતું. આ ઘરમાં ત્રણેય બાળકો મોટા થયા હતા અને ઘણી જૂની યાદો જોડાયેલી હતી.


પણ ઘર વેચવાની વાત સાંભળતા જ કાવ્યાના મોં પર એક અલગ જ ચમક આવી ગઈ. એણે તરત જ પૂછ્યું કે પપ્પા, ઘરના કેટલા રૂપિયા આવે છે? ગ્રાહક કેટલા આપવાનો છે?

રમેશભાઈએ શાંતિથી કહ્યું કે આશરે સિત્તેર લાખ રૂપિયા આવશે. ત્રણેયના ભાગમાં વીસ વીસ લાખથી વધારે આવશે અને બાકીના રૂપિયા હું મારા વ્યાજ માટે રાખીશ. વિકાસે તરત જ ગણતરી કરવાનું શરૂ કરી દીધું. એણે કહ્યું કે પપ્પા, અત્યારે જમીનના ભાવ બહુ સારા છે. જો આપણે બે મહિના રોકાઈ જઈએ તો વધારે પૈસા મળે. અત્યારથી જ કેમ વેચી દેવું છે?

નાનો દીકરો આકાશ શાંત બેઠો હતો. એણે રમેશભાઈ સામે જોયું અને પૂછ્યું કે પપ્પા, આ ઘર વેચી દેશો પછી તમે ક્યાં રહેશો? દાદાજીના સમયનું આ ઘર આપણે કેમ વેચવું છે? તમને કોઈ તકલીફ છે? કોઈ દેવું થઈ ગયું છે? રમેશભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. મારાથી આ મોટા ઘરની સંભાળ નથી લેવાતી એટલે મેં આ નિર્ણય લીધો છે.

બીજા જ દિવસથી ઘરમાં વાતાવરણ સાવ બદલાઈ ગયું. ઘર વેચાયું નહોતું પણ પૈસા કઈ રીતે વાપરવા તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. વિકાસ પોતાની પત્ની સાથે રૂમમાં બેસીને નવી ગાડી અને ફ્લેટના ડાઉન પેમેન્ટની વાતો કરવા લાગ્યો. એણે રમેશભાઈને કહ્યું કે પપ્પા, મને પૈસા રોકડા જ જોઈએ છે. મારે માર્કેટમાં એક જગ્યાએ રોકાણ કરવું છે. જો પૈસા સમયસર નહીં મળે તો મારો સોદો હાથમાંથી નીકળી જશે.

કાવ્યા પોતાના સાસરેથી દરરોજ ફોન કરીને પૂછવા લાગી કે પપ્પા, બાયનાખત ક્યારે થાય છે? મારા સાસુ કહેતા હતા કે પપ્પા પાસેથી તમારા ભાગના પૈસા વહેલા લઈ લેજો. પાછળથી ભાઈઓ વાપરી નાખે તો તકલીફ પડશે. કાવ્યાએ રમેશભાઈને રૂબરૂ આવીને પણ કહ્યું કે પપ્પા, મારે નવા ઘરનું કામ ચાલુ છે એટલે મારા પૈસા મને પહેલા આપી દેજો.

ઘરમાં રોજેરોજ પૈસાના ભાગ પાડવાની વાતો થવા લાગી. વિકાસ અને કાવ્યા વચ્ચે પણ બોલાચાલી થવા લાગી. વિકાસ કહેતો હતો કે હું મોટો દીકરો છું એટલે ઘર સાચવવાની જવાબદારી મારી હતી, મને વધારે ભાગ મળવો જોઈએ. કાવ્યા કહેતી હતી કે પપ્પાએ સરખા ભાગનું કહ્યું છે એટલે મને પૂરેપૂરો હક મળવો જોઈએ. ઘર હજુ વેચાયું પણ નહોતું અને ભાઈ-બહેન વચ્ચે પૈસા માટે ઝગડા શરૂ થઈ ગયા હતા.

આ બધી ધમાલ વચ્ચે આકાશ રોજ સાંજે રમેશભાઈ પાસે બેસતો. એ રમેશભાઈ માટે ચા બનાવતો અને ઘરના જૂના ખૂણાઓ સાફ કરતો. એક દિવસ આકાશે રમેશભાઈને કહ્યું કે પપ્પા, આપણી આ જૂની બેઠક અને દાદાજીનો કબાટ આપણે ક્યાં મૂકીશું? જો તમારે આ ઘર નથી વેચવું તો મને કહો. હું મારી નોકરીમાંથી વધારે મહેનત કરીશ અને ઘરનો જે પણ ખર્ચ હશે એ હું ઉપાડી લઈશ. પણ પપ્પા, આ ઘર સાથે આપણી ઘણી યાદો છે. આ ઘર વેચીને મળેલા પૈસા કરતાં તમારું આ ઘરમાં રહેવું મારા માટે વધારે મહત્વનું છે.

રમેશભાઈ ફક્ત આકાશ સામે જોઈને હસી પડ્યા. એણે કશું કહ્યું નહીં. ચાર દિવસ પછી રમેશભાઈએ એક વકીલ સાહેબને ઘરે બોલાવ્યા. એમણે ત્રણેય બાળકોને હોલમાં ભેગા કર્યા. વિકાસ અને કાવ્યા બહુ ઉત્સાહમાં હતા. એમને લાગ્યું કે આજે સાટાખતની વાત થશે અથવા પૈસાનો એડવાન્સ ચેક મળશે.

રમેશભાઈએ બધાની સામે જોઈને ઊંડો શ્વાસ લીધો. એમણે વકીલ સાહેબના હાથમાંથી એક કાગળ લીધો. રમેશભાઈએ કહ્યું કે મેં તમને બધાને એક વાત કહેવા માટે બોલાવ્યા છે. આ ઘર વેચવાનો મેં કોઈ સોદો કર્યો જ નહોતો. મેં કોઈ ગ્રાહક સાથે વાત પણ નહોતી કરી. આ સાંભળીને વિકાસ અને કાવ્યા ચોંકી ગયા. વિકાસે ગુસ્સામાં કહ્યું કે પપ્પા, આ શું મજાક છે? તમે ચાર દિવસથી અમને કેમ અંધારામાં રાખ્યા? અમે તો પૈસાનું આયોજન પણ કરી લીધું હતું!

કાવ્યા પણ બોલી ઉઠી કે પપ્પા, તમે આવું કેમ કર્યું? અમે કેટલી આશાઓ રાખીને બેઠા હતા. રમેશભાઈએ શાંતિથી કહ્યું કે મેં આ નાટક એટલા માટે કર્યું હતું કારણ કે મારે જોવું હતું કે મારા ગયા પછી આ ઘરની અને મારી ચિંતા કોને છે. મેં ફક્ત પૈસા વહેંચવાની વાત કરી અને તમારા બંનેના મનમાંથી આ ઘર અને મારો પ્રેમ ગાયબ થઈ ગયો. તમે બંને ફક્ત એ વાતમાં પડી ગયા કે કોને કેટલા લાખ મળશે અને કોણ પહેલા પૈસા લઈ જશે.

રમેશભાઈએ આગળ કહ્યું કે આ ચાર દિવસમાં તમે બંનેએ એક પણ વાર મને ના પૂછ્યું કે પપ્પા, આ ઘર છૂટી જશે તો તમને કેવું લાગશે? તમે ક્યાં રહેશો? તમે ફક્ત તમારા ફાયદાનો વિચાર કર્યો. પણ આકાશે એકેય વાર પૈસાની વાત ના કરી. એણે ફક્ત આ ઘર બચાવવાની અને મારી સંભાળ લેવાની વાત કરી. એણે પોતાની કમાણીમાંથી ઘર ચલાવવાની તૈયારી બતાવી.

વિકાસ અને કાવ્યા સાવ ચૂપ થઈ ગયા. એમની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. એમની નજરો નીચે ઢળી ગઈ. રમેશભાઈએ વકીલ સાહેબ તરફ જોઈને કહ્યું કે વકીલ સાહેબ, મારી નવી વિલ તૈયાર કરી દો. આ ઘર ક્યારેય વેચાશે નહીં. આ ઘર આકાશના નામે રહેશે, કારણ કે એ જ આ ઘરની અને પરિવારની સાચી કિંમત સમજે છે. બાકી મારી પાસે જે થોડીઘણી રોકડ બચત છે એ હું વિકાસ અને કાવ્યાને આપી દઈશ, જેથી એમની પૈસાની ભૂખ પૂરી થઈ જાય.

કાવ્યાની આંખમાંથી આંસુ સરી પડ્યા. એણે રમેશભાઈના પગ પકડી લીધા અને કહ્યું કે પપ્પા, મને માફ કરી દો. મને પૈસાની લાલચ આવી ગઈ હતી. મેં ઘર અને તમારો વિચાર જ ના કર્યો. વિકાસ પણ રમેશભાઈ પાસે આવ્યો અને પોતાની ભૂલ સ્વીકારી. રમેશભાઈએ બંનેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે સંબંધો અને ઘર ઘરડા વડીલોની મહેનતથી બને છે, પૈસાથી નથી બનતા. પૈસા આજે છે ને કાલે નથી, પણ પરિવાર અને લાગણી કાયમ રહે છે. ઘરમાં સાચી શાંતિ અને સમજણ પાછી આવી ગઈ હતી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team