અમેરિકામાં બનેલી આ સત્ય ઘટના છે ખરેખર હૃદય કંપાવી નાખે એવી આ સ્ટોરીમાંથી ઘણું શીખવા મળે છે. છેલ્લે સુધી વાંચજો…
એક ૩૫ થી ૪૦ વર્ષનો વ્યક્તિ દરરોજની જેમ આજે પણ એક નાનકડા એવા કૅફે માં પોતાનું ભોજન લેવા માટે રોકાયો. એ વ્યક્તિ દરરોજ પોતાના ઘરથી દૂર નોકરી કરવા માટે અપડાઉન કરતો, આ વ્યક્તિ પોતાનો બપોરનો lunch કાયમ એ જ જગ્યાએ લેવાનો આગ્રહ રાખતો. કારણકે એ cafe તેની ઓફિસથી પણ નજીક હતું. અને ઘણા સમયથી ત્યાં જતા હોવાથી તેના માલિક પણ તેના મિત્ર જેવા બની ગયા હતા.
આજે પણ દરરોજની જેમ તેને ભોજન નો ઓર્ડર કર્યો, એવામાં એનું ધ્યાન બારી પર ગયું બારીની બહાર તેની નજર ગઈ ત્યારે તેને જોયું કે cafe ના દરવાજા પાસે એક લગભગ પંદરથી સોળ વર્ષની છોકરી ત્યાં બેઠી બેઠી બધા ત્યાંથી પસાર થઇ રહેલા લોકો પાસેથી મદદ માંગી રહી હતી. અને તે તેના હાથમાં કશુ પકડીને ત્યાં બેઠી હતી.
વાતાવરણ ઠંડુ હતું એટલે તે ઠંડી પણ ખૂબ જ અનુભવી રહી હતી અને તેમ છતાં ત્યાંથી પસાર થયેલા લોકો પાસેથી મદદ માંગી રહી હતી પરંતુ લગભગ બધા લોકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે તેને અવગણી રહ્યા હતા. આટલી નાની ઉંમરમાં આ દીકરીના આવા દિવસો કેમ આવી ગયા એને લઈને તે વ્યક્તિ વિચારવા લાગ્યો. દીકરીના ચહેરા પરથી તો તે અંદરથી ખૂબ જ તૂટી ચૂકેલી લાગતી હતી.
તરત જ તે વ્યક્તિએ પોતાનું ભોજન સમાપ્ત કર્યું ત્યાર પછી ઉભો થઈને તે કાફેની બહાર ગયો અને દરવાજા પાસે બેઠેલી એ દીકરીને જમવા માટે થોડા પૈસા આપ્યા. તેને પૈસા આપ્યા ત્યારે જોયું કે તે દીકરી રડી રહી હતી અને તેના હાથમાં શું છે એ જોવા માટે જરા નજીક ગયા તો તે વ્યક્તિને દેખાયું કે એના હાથમાં એક નાનું બાળક હતું.
આ જોઈને તે વ્યક્તિ થોડો ભાવુક થઈ ગયો, ત્યાર પછી તરત જ તે દીકરીને તેને પૂછ્યું જોકે તેને કંઈ જમવું હોય તો. એમ કહીને તે જ કાફેમાં તે દીકરીને લઈ ગયો અને તેને ભરપેટ ભોજન આપ્યું. ભોજન કર્યા પછી તે દીકરીને લઈને cafe ની બાજુમાં જ એક કરિયાણાની દુકાન હતી ત્યાં ગયો અને એ દુકાન પરથી બાળક માટે થોડા પીણા લઈ આપ્યા, કારણકે બાળક માત્ર બે ત્રણ મહિનાનું જ દેખાઈ રહ્યું હતું. પછી બાળકને જરૂરિયાત વાળી ઘણી વસ્તુઓ તેને લઇ આપી.
દીકરી ખૂબ જ રાજીપો અનુભવી રહી હતી કદાચ આની પહેલા આવી મદદ તેને કોઈએ નહીં કરી હોય. દીકરીએ એ વ્યક્તિનો આભાર માન્યો વ્યક્તિએ તેને પૂછયું બેટા તું આવી પરિસ્થિતિમાં કેમ અહીં છો? દીકરી મન ભરીને બોલવા લાગી અને કહ્યું એ જ્યારે 15 વર્ષની હતી ત્યારે જ તે ગર્ભવતી થઈ ગઈ હતી અને જ્યારે પણ આ વાતની તેના ઘરે ખબર પડી ત્યારે તેના માતા-પિતા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેનો અને તેના માતા પિતા સાથેનો ઝઘડો ખૂબ વધી ગયો અને એક દિવસ તેણે નક્કી કરી લીધું અને તે ઘરેથી ભાગી ગઈ. અને તે ઘરેથી ભાગી તેને લગભગ એક વર્ષ જેટલું થઈ ચૂક્યું હતું.
તે વ્યક્તિએ તેને પૂછ્યું, બેટા., તારે ફરી પાછું ઘરે જવું છે? દીકરીએ કશો જવાબ ન આપ્યો. વ્યક્તિએ ફરી પાછું શાંતિથી પૂછ્યું બેટા તારે જવું છે, ત્યારે દીકરીએ કહ્યું તેના માતા-પિતા હવે તેને જોવા જ નહીં માંગતા હોય. પછી થોડા સમય પછી દીકરીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો તેને કહ્યું હું જ્યારે ઘરેથી ભાગી ગઈ હતી ત્યારે પિતાની સંપત્તિમાંથી મેં બે લાખ જેટલા રૂપિયા ચોરી કર્યા હતા. પરંતુ જેવી હું બહાર નીકળી કે તરત જ ખબર પડી ગઈ કે આ રૂપિયા થોડા જ દિવસો સુધી ટકશે અને મને ઘણી વખત એવું થતું કે હું પાછી ઘરે ચાલી જાવ પરંતુ મેં જે કર્યું ત્યાર પછી મારા માતા-પિતા મને સ્વીકારવા માંગે છે કે નહીં બસ એ વાતનો ડર આજ સુધી સતાવી રહ્યો છે.
એ વ્યક્તિ સાથે ઘણી વાતો ચિતો કરી, વ્યક્તિએ વચ્ચે બે વખત જણાવ્યું કે તું તારા ઘર નો ફોન હોય તો નંબર આપ તો વાત કરીએ પરંતુ તે ના પાડતી રહી.